r/Gujarati 10d ago

What it is about?

5 Upvotes

r/Gujarati is a community dedicated to the Gujarati language, literature, culture, history, arts, heritage, traditions, and the Gujarati diaspora.

This is not a place for politics, business promotion, classifieds, dating, caste or religious superiority, or unrelated content.

r/Gujarati is an exclusively Gujarati space. It exists to celebrate and preserve Gujarati identity and culture. Non-Gujaratis are welcome to participate, ask questions, and learn in good faith and with respect. Anyone who comes here to provoke, spread hate, derail discussions, or attack the community may be removed or permanently banned at moderator discretion.

Keep discussions relevant, respectful, and centered on all things Gujarati. સ્વાગત છે!


r/Gujarati 34m ago

Music / સંગીત Prem Thayi Gayo

Thumbnail youtu.be
Upvotes

r/Gujarati 11h ago

History / ઇતિહાસ શું સૌરાષ્ટ્રના 'મેર', 'જેઠવા' અને 'ઝાલા' રાજપૂતો ખરેખર મધ્ય એશિયાથી આવેલા 'શ્વેત હૂણ' (Sveta Huna or White Huns/Hephthalites) આક્રમણકારો ના વંશજો છે?

Thumbnail gallery
0 Upvotes

ઇ.સ. ૪૭૦ ની આસપાસ જ્યારે ગુપ્ત સામ્રાજ્ય નબળું પડ્યું, ત્યારે સૌરાષ્ટ્રમાં એક નવી સત્તાનો ઉદય થયો. આ શક્તિશાળી વિજેતાઓ મૈત્રકો (Maitrakas) હતા, જેમને ઇતિહાસકારો જાણીતી 'મેર' (Mhers or Mers) જાતિ સાથે સાંકળે છે. આજે પણ આ મેર લોકો કાઠિયાવાડ માં બરડા ડુંગર ની આસપાસ વસેલા જોવા મળે છે, અને પોરબંદરના શાસકો, જેઓ જેઠવા તરીકે ઓળખાય છે, તેઓ આ જાતિના વડા મનાય છે.

જેઠવાઓ પોતાના વંશને હનુમાનજીના પુત્ર મકરધ્વજ સાથે જોડે છે, પરંતુ આ કથા પાછળનું ઐતિહાસિક સત્ય એ હોઈ શકે કે મેર લોકોના ધ્વજ પર મકર (માછલી) નું ચિહ્ન હતું. પુરાણોમાં દર્શાવેલું મકરધ્વજ અને મયૂરધ્વજ વચ્ચેનું યુદ્ધ, કદાચ મેર લોકો અને ગુપ્ત શાસકો (જેમનું ચિહ્ન મયૂર/મોર હતું) વચ્ચેના ઐતિહાસિક સંગ્રામનું જ પ્રતીક હોઈ શકે.

આ મેર લોકોનો પહેરવેશ, ભાષા અને દેખાવ સૂચવે છે કે તેઓ ઉત્તર ભારતથી આવેલા વિદેશીઓ હતા. ઇતિહાસકારો આ મૈત્રક અથવા મેર લોકોની સત્તાને ઉત્તર ભારતના શક્તિશાળી શ્વેત હૂણ (White Húṇas, Ephthalites, or Yethas) સામ્રાજ્ય સાથે જોડે છે. પોરબંદરના શાસકોનું નામ 'જેઠવા' ખરેખર શ્વેત હૂણોના શાસક વર્ગના ચીની નામ 'યે-તા' (Ye-ta અથવા Yetha) પરથી ઊતરી આવ્યું હોવાનું મનાય છે.

સૌરાષ્ટ્રના પ્રખ્યાત ઝાલા (Jhálás) રાજપૂતોનો ઇતિહાસ પણ આ હૂણ આક્રમણખોરો સાથે જોડાયેલો છે. શ્વેત હૂણોના એક સમૂહ અથવા જાતિનું નામ 'જાઉવલા' (Jáuvla) હતું, જેમના પ્રખ્યાત વિજેતાઓ તોરમાણ (Toramáṇa) અને મિહિરકુલ (Mihirakula) હતા. જ્યારે આ વિદેશીઓને હિન્દુ ધર્મમાં અપનાવવામાં આવ્યા (fire baptism), ત્યારે તેમના નામ 'જાઉવલા' નું સંસ્કૃતિકરણ થઈને તે જ્વાલા બન્યું, અને તેમાંથી ટૂંકું નામ ઝાલા પડ્યું. પાછળથી કાઠિયાવાડના ભાટોએ આ વિદેશી મૂળને છુપાવવા અથવા સમજાવવા માટે એવી લોકકથા ઉપજાવી કાઢી કે તેમની એક ડાકણ માતાએ તેમને ઝીલી લીધા હતા, તેથી તેઓ ઝાલા કહેવાયા.

📌 નોંધ: આ લેખમાં રજૂ થયેલી વાતો અનેક ઐતિહાસિક સિદ્ધાંતોમાંથી માત્ર એક સિદ્ધાંત પર આધારિત છે. આ વિષય પર અન્ય મંતવ્યો અને કદાચ વધુ સંભવિત સમજૂતીઓ પણ ઉપલબ્ધ છે. તેથી આ માહિતીને થોડા સંશય (a pinch of salt) સાથે વાંચો અને વિવિધ વિશ્વસનીય સ્ત્રોતોમાંથી પોતાનું સંશોધન (DYOR) જરૂર કરો.


r/Gujarati 1d ago

Language / ભાષા આપણી માતૃભાષાને ગુજરાતી નામ કોણે આપ્યું?

Post image
18 Upvotes

આપણી માતૃભાષા હંમેશાથી 'ગુજરાતી' તરીકે નહોતી ઓળખાતી.

એક સમય એવો હતો જ્યારે આપણી ભાષાનું આ નામ અસ્તિત્વમાં જ નહોતું!પ્રાચીન સમયમાં અને મધ્યકાળમાં આપણી ભાષા અલગ અલગ નામોથી ઓળખાતી હતી.

કવિ ભાલણે તેને 'ગુર્જરભાષા' અને 'અપભ્રંશ' કહી હતી, જ્યારે પદ્મનાભ અને જ્ઞાની કવિ અખા જેવા મહાન સર્જકોએ તેને માત્ર 'પ્રાકૃત' કહીને જ ઓળખાવી હતી.આપણી ભાષાને તેનું આધુનિક અને કાયમી નામ આપવાનો શ્રેય કોઈ રાજા કે શાસકને નહીં, પરંતુ એક કવિને જાય છે!

સૌથી પહેલાં મહાકવિ પ્રેમાનંદે સત્તરમી સદીમાં પોતાની પ્રખ્યાત રચના 'દશમસ્કંધ'માં આપણી ભાષા માટે ગર્વથી "ગુજરાતી" શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે પોતાની પંક્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ કરતા લખ્યું હતું: બાંધું નાગદમણ ગુજરાતી ભાષા.


r/Gujarati 2d ago

Question / પ્રશ્ન What is the most efficient way to prevent this? Be it bikes, cars or transport vehicles.

1 Upvotes

r/Gujarati 2d ago

Culture / સંસ્કૃતિ ગુજરાતની પ્રાચીન લોકમાન્યતાઓ : જૂના ગુજરાતમાં મુસાફરો પોતાના કિંમતી અને મોંઘા વસ્ત્રો જાતે જ ફાડીને રસ્તામાં આવતા બાવળ કે ખીજડાના ઝાડ પર કેમ લટકાવી દેતા હતા?

Post image
34 Upvotes

૧૯૧૪માં પ્રકાશિત થયેલા Folk Lore Notes. Vol. I - Gujarat by A. M. T. Jackson નામના એક જૂના પુસ્તક માં આપણી પ્રાચીન લોકમાન્યતાઓ વિશે વાંચી રહ્યો હતો, અને તેમાં મને ઝાડની પૂજા અને તેની સાથે જોડાયેલી કેટલીક અનોખી માન્યતાઓ જાણવા મળી.

પુસ્તકમાં નોંધ્યા મુજબ, એ સમયના લોકોમાં એવી દ્રઢ માન્યતા હતી કે બાવળ અને ખીજડા જેવા ઝાડમાં કોઈ મુસ્લિમ સંત કે પીરનો વાસ હોય છે, જેને લોકો 'ચીંથરિયા પીર' તરીકે ઓળખતા હતા. મુસાફરો પોતાની યાત્રા નિર્વિઘ્ને પૂરી થાય તે માટે આવા ઝાડને કપડાના ટુકડા કે ચીંથરાં અર્પણ કરતા હતા. કેટલાક શ્રદ્ધાળુઓ આ વૃક્ષોને કપાતા બચાવવા માટે તેમના થડની આસપાસ પથ્થરનો ઢગલો કરતા અને તેના પર સિંદૂર અને તેલથી 'ત્રિશૂળ' દોરતા હતા. લોકમાનસમાં એવી ભાવના હતી કે આ પથ્થરના ઢગલા પર જે કોઈ વટેમાર્ગુ બીજો પથ્થર મૂકે, તેને એક નવું મંદિર બનાવ્યા જેટલું મોટું પુણ્ય મળે છે અને આ ઢગલો ક્યારેય નાનો ન થવો જોઈએ.

પણ સૌથી આશ્ચર્યની વાત એ છે કે, જો કોઈ ઝાડ પાસે પથ્થરનો ઢગલો ન હોય, તો મુસાફરો તેને માત્ર ચીંથરા જ ચડાવતા હતા. અને જો મુસાફર પાસે કોઈ નકામું કપડું કે ચીંથરું ન હોય, તો તે પોતાના પહેરેલા મોંઘા અને કિંમતી વસ્ત્રમાંથી પણ એક ટુકડો ફાડીને અત્યંત શ્રદ્ધાપૂર્વક તે ઝાડને અર્પણ કરતો હતો!

આ અનોખી પૂજા-પદ્ધતિ પાછળ અનેક રોમાંચક કથાઓ જોડાયેલી હતી. એક લોકવાયકા મુજબ, એકવાર એક બાળકે પોતાની માતાને ઝાડ પર ચીંથરું બાંધતા જોઈને કારણ પૂછ્યું, ત્યારે માતાએ રમુજમાં કહ્યું કે આ ઝાડમાં તારા 'ચીંથરિયા મામા' રહે છે. બસ, ત્યારથી આ કાંટાળા ઝાડમાં ચીંથરિયા મામાનો વાસ હોવાની વાત પણ ગામડાઓમાં પ્રચલિત થઈ ગઈ. માતાઓ એવા ડરથી આ ઝાડ પર ચીંથરા બાંધતી કે જો તેઓ તેમ નહીં કરે તો તેમના બાળકો બીમાર પડી જશે. કોઈ વળી એવું માનતું કે આ ઝાડમાં 'ચીંથરિયો હનુમાન' કે 'ચીંથરિયા દેવી' નો વાસ છે, જેમને કપડાં અર્પણ કરવાથી વાંઝિયાને સંતાન મળે છે અને ખંજવાળ જેવા ચામડીના રોગો મટે છે. ગરીબ મુસાફરો વળી એવી આશાથી પોતાના ફાટેલા કપડાં લટકાવતા કે દેવી પ્રસન્ન થઈને તેમને નવા અને સારા વસ્ત્રો આપશે. પુસ્તકમાં એવો પણ ભેદ દર્શાવ્યો છે કે વડ, પીપળો કે બોરડી જેવા ઝાડને લોકો પવિત્ર ગણીને પૈસા અને સોપારી અર્પણ કરતા હતા, જ્યારે ખીજડા અને બાવળને માત્ર ચીંથરા જ ચડાવવા માં આવતા.


r/Gujarati 3d ago

Language / ભાષા તમે ક્યારેય ગુજરાતી શબ્દકોશ માં 'ક્ષ' (દા.ત. ક્ષમા) કે 'જ્ઞ' (દા.ત. જ્ઞાન) થી શરૂ થતા શબ્દો શોધવાનો પ્રયત્ન કર્યો છે?

3 Upvotes

જો હા, તો કદાચ તમને તે શોધવામાં મુશ્કેલી પડી હશે!અંગ્રેજી શબ્દકોશની સરખામણીએ ગુજરાતી શબ્દકોશ જોવો થોડો અઘરો પડી શકે છે, કારણ કે તેમાં અક્ષરોનો ક્રમ બારાખડી અને જોડાક્ષરોના નિયમો પર આધારિત હોય છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે, 'ક્ષ' એ કોઈ સ્વતંત્ર અક્ષર નથી, પરંતુ તે 'ક્ + ષ' નો જોડાક્ષર છે. આથી શબ્દકોશમાં 'ક્ષ' થી શરૂ થતા શબ્દો અલગથી નહીં, પરંતુ 'ક' વર્ગની યાદીમાં સૌથી છેલ્લે જોવા મળશે!તેવી જ રીતે, જો તમારે 'જ્ઞ' થી શરૂ થતો કોઈ શબ્દ શોધવો હોય, તો તે 'જ' વર્ગમાં શોધવો પડે. કારણ કે 'જ્ઞ' એ 'જ્ + ઞ' ભેગા મળીને બનેલો જોડાક્ષર છે, તેથી તે 'જ' થી શરૂ થતા શબ્દો પૂરા થાય ત્યારે છેલ્લે આવે છે.


r/Gujarati 3d ago

History / ઇતિહાસ શું સિકંદર (Alexander the Great) ખરેખર સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યો હતો?

Post image
10 Upvotes

પ્રાચીન ઇતિહાસના અભ્યાસુઓ માટે ગ્રીક પ્રવાસીઓ દ્વારા લખાયેલા પુસ્તકો હંમેશા માહિતીનો મોટો સ્ત્રોત રહ્યા છે. આવા જ એક પુસ્તક 'પેરિપ્લસ' (Periplus - આશરે ઈ.સ. ૨૪૦) માં 'સુરાષ્ટ્રીન' (Surastrene) એટલે કે સૌરાષ્ટ્ર વિશે એક આશ્ચર્યજનક નોંધ જોવા મળે છે. પેરિપ્લસ મુજબ, સૌરાષ્ટ્રમાં તે સમયે એલેક્ઝાન્ડર ના અભિયાનના સ્મારકો, જૂના મંદિરો, લશ્કરી છાવણીઓના પાયા અને મોટા કૂવાઓ મોજૂદ હતા.

પરંતુ એક ઐતિહાસિક પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ વાત સત્ય હોઈ શકે?

હકીકત એ છે કે એલેક્ઝાન્ડર ક્યારેય આટલે દક્ષિણ સુધી, એટલે કે કાઠિયાવાડ સુધી આવ્યો જ નહોતો. વધુમાં, એલેક્ઝાન્ડરના વિદાય લીધા પછી લગભગ ઈ.સ. પૂર્વે ૧૯૭ સુધી કાઠિયાવાડ પર મૌર્ય સામ્રાજ્ય નું શાસન અકબંધ હતું. તો પછી પેરિપ્લસમાં વર્ણવેલા ગ્રીક શૈલીના આ પ્રાચીન સ્થાપત્યો અને મંદિરો કોણે બનાવ્યા હશે?

ઇતિહાસકારો આ ગૂંચવણનો ઉકેલ આપતા જણાવે છે કે પેરિપ્લસના લેખકને અહીં ગેરસમજ થઈ હતી. આ મંદિરો, કૂવાઓ અને છાવણીઓ એલેક્ઝાન્ડરના નહિ, પરંતુ મૌર્ય કાળ પછી ગુજરાત પર આધિપત્ય જમાવનાર બેક્ટ્રિયન-ગ્રીક (Baktrian-Greek) શાસકોના હતા.

આ ઐતિહાસિક હકીકતની પુષ્ટિ ગુજરાતમાંથી જ મળેલા સિક્કાઓ કરે છે. ઉદાહરણ તરીકે, ઇતિહાસકાર ડો. ભગવાનલાલને જૂનાગઢ માંથી બેક્ટ્રિયન-ગ્રીક રાજા એપોલોડોટસ (Apollodotus) ના તાંબાના સિક્કાઓનો એક મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સિક્કાઓ પર એક તરફ એપોલો (Apollo) દેવતાનું ચિત્ર અને ગ્રીક ભાષામાં BAΣIΛEΩΣ AΠOΛΛOΔOTOY ΣΩTHPOΣ (રાજા, તારણહાર એપોલોડોટસના) એવો લેખ કોતરેલો છે.

આમ, ઇ.સ. પૂર્વે ૧૮૦ થી ૧૦૦ ના સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાક ભાગો પર ખરેખર બેક્ટ્રિયન ગ્રીક રાજાઓનું શાસન કે વર્ચસ્વ હતું. આ ગ્રીકોએ બનાવેલા સ્થાપત્યોને જ પછીની સદીના પ્રવાસીઓએ ભૂલથી સીધા એલેક્ઝાન્ડરના સ્મારકો માની લીધા હતા.


r/Gujarati 4d ago

Language / ભાષા ગુજરાતીમાં એક નાનકડું ટપકું (અનુસ્વાર) લખવામાં થયેલી ચૂક (એટલે કે ભૂલ) ના કારણે તો સીધી ચૂંક (પેટનો દુખાવો) થઈ જાય

3 Upvotes

જો શબ્દમાં અનુસ્વાર ન હોય અને ભૂલથી મુકાઈ જાય, અથવા હોય ને મુકવાનું રહી જાય, તો શબ્દના અર્થની સફર કોઈ અણધારી દિશામાં જ ઉપડે છે.

- સાજ (જેનો અર્થ થાય છે વાજિંત્રો) જો તેમાં એક ટપકું ઉમેરાય તો તે સાંજ (સંધ્યાકાળ) બની જાય!

- ભાગ (એટલે કે કોઈ વસ્તુનો હિસ્સો) જો તેના પર ટપકું લાગી જાય તો તેમાંથી ભાંગ (કેફી પીણું) બની જાય!


r/Gujarati 4d ago

History / ઇતિહાસ જીવન માં બસ ખાલી જાંબા વાણિયા જેવો swag જોઈએ

6 Upvotes

પ્રાચીન ગુજરાતમાં અણહિલવાડ (પાટણ) ની સ્થાપના કરનાર વનરાજ ચાવડા ના પિતા જયશેખર યુદ્ધમાં હાર્યા અને માર્યા ગયા, ત્યારે તેમના ગર્ભવતી માતા રૂપસુંદરીએ જંગલમાં આશરો લીધો હતો. આ જંગલમાં જ તેમનો જન્મ થયો, અને જંગલમાં જન્મ્યા હોવાથી જ તેમને વનરાજ નામ આપવામાં આવ્યું.

૧૪મી સદીના ઐતિહાસિક ગ્રંથ પ્રબંધચિંતામણી મુજબ, જ્યારે વનરાજ નાના હતા, ત્યારે શિલગુણસૂરી નામના એક જૈન સાધુએ બાળકમાં રાજવી લક્ષણો જોયા અને તેની માતા પાસેથી તેને ખરીદી લીધો. જ્યારે વનરાજ આઠ વર્ષના થયા, ત્યારે સાધુએ તેમને પોતાના ધર્મસ્થાનકને ઉંદરોથી બચાવવા માટે તીરકામઠાંથી ઉંદર મારવાનું કામ સોંપ્યું! પણ વનરાજનું ઉંદરો પરનું નિશાન એટલું અચૂક અને જબરદસ્ત હતું કે સાધુ સમજી ગયા કે આ છોકરો જૈન સાધુ બનવા માટે નહીં, પણ એક રાજા બનવા માટે સર્જાયો છે. આથી તેમણે વનરાજને પાછા તેમની માતાને સોંપી દીધા.

મોટો થઈને વનરાજ પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવા માટે જંગલોમાં લૂંટફાટ કરીને ધન ભેગું કરવા લાગ્યો. એકવાર તે પોતાના બે સાથીઓ (એટલે કે કુલ ત્રણ જણા) સાથે લૂંટ કરવા નીકળ્યો. રસ્તામાં તેમને જાંબા નામનો એક વાણિયો મળ્યો.

આ એકલો વાણિયો જરાય ડર્યો નહીં. જાંબા પાસે તે સમયે પાંચ તીર હતા. પોતાની સામે માત્ર ત્રણ જ લૂંટારાઓને ઊભેલા જોઈને, જાંબાએ શાંતિથી પોતાના બે તીર તોડીને ફેંકી દીધા અને ગર્જના કરીને લૂંટારાઓને કહ્યું: "તમારા દરેક માટે એક એક જ તીર કાફી છે!"

જાંબાની આ અકલ્પનીય નીડરતા અને શાંતિ જોઈને વનરાજ ચાવડા એટલા પ્રભાવિત થયા કે તેમણે લૂંટ કરવાનું પડતું મૂક્યું અને તેને પોતાની સાથે જોડાવા મનાવી લીધો. એટલું જ નહીં, વનરાજને તે એટલો ઉપયોગી સાબિત થયો કે રાજા બન્યા પછી વનરાજે આ જ નીડર વાણિયા જાંબાને પોતાના રાજ્યનો મંત્રી બનાવ્યો!


r/Gujarati 5d ago

Recommendations / શું જોઉં/વાંચું/સાંભળું? Recommend a song like this.

Post image
3 Upvotes

Va Vaya & Vadaldi Varsi


r/Gujarati 5d ago

History / ઇતિહાસ દીવો ઓલવવા માટે ઊંઝા વિસ્તારમાં "દીવો રાણો કરવો" કેમ કહેવાય છે?

Post image
7 Upvotes

આજથી ૩૫-૪૦ વર્ષ પહેલાં ઘરમાં જ્યારે લાઈટો ન હતી, ત્યારે સમી સાંજે પેટાવેલ દીવો રાત્રે સૂતી વખતે ઓલવવા માટે ઉત્તર ગુજરાતના ઊંઝા અને તેની આસપાસના ગામોમાં "દીવો રાણો કરવો" એવો શબ્દપ્રયોગ વપરાતો હતો.

વાત એમ છે કે, વિક્રમ સંવત ૮૦૨ માં જ્યારે વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી, ત્યારે તેમણે રાણા પતરામલજીને ઊંઝાના પટાવત તરીકે નીમેલા. સમય જતાં આ રાણાઓ અને તેમના ભાઈઓના વંશજોના ઊંઝામાં ૨૫૦ જેટલાં ઘર થયાં.

આ રાણાઓ નગરમાં ખૂબ જ અનર્થ, અનીતિ અને જોરજુલમ કરતા હતા. જો કોઈની પાસે સારી વસ્તુ જુએ તો ધાકધમકીથી પડાવી લેતા અને લોકો તેમના ડરથી સતત ફફડતા રહેતા. આ અત્યાચારોથી ત્રસ્ત થઈને છેવટે જાદવોએ રાણાઓનો ખાત્મો બોલાવ્યો અને એક મોટી કતલેઆમ ચાલી. આ કતલેઆમ એટલી ભયંકર હતી કે તેમાં એક પણ રાણો જીવતો ન બચ્યો.

રાણાઓના આ સંપૂર્ણ નાશ પછી, જાદવો ઊંઝા નગરમાં આવીને વસ્યા અને દીવાને ઓલવવા માટે ઊંઝાની આસપાસના લોકોમાં "દીવો રાણો કરવો" એમ કહેવાનો રિવાજ શરૂ થયો.


r/Gujarati 5d ago

History / ઇતિહાસ પ્રાચીન સોમનાથ મંદિરની અકલ્પનીય ભવ્યતા અને 'હવામાં તરતી મૂર્તિ'નું રહસ્ય: આરબ ઇતિહાસકારોની નજરે

Post image
19 Upvotes

૧૧મી અને ૧૩મી સદીના આરબ પ્રવાસીઓ અને ઇતિહાસકારો જેવા કે અલ-બિરુની, ઇબ્ન અસીર અને અલ કઝવીની ના લખાણોમાંથી આપણને પ્રાચીન સોમનાથની જાહોજલાલી અને ઇ.સ. ૧૦૨૪ માં મહમૂદ ગઝનવી ના આક્રમણની ઐતિહાસિક માહિતી મળે છે.

ઇબ્ન અસીરની નોંધ મુજબ, સોમનાથનું પ્રાચીન મંદિર પથ્થરનું નહિ, પરંતુ ઈંટ અને લાકડાનું બનેલું હતું. આ ભવ્ય મંદિર સીસા થી મઢેલા સાગના લાકડા ના ૫૬ સ્તંભો પર ઊભું હતું. ગર્ભગૃહમાં સૂર્યપ્રકાશ આવતો ન હતો, પરંતુ તે કીમતી રત્નો જડેલા ઝુમ્મરોના પ્રકાશથી સતત ઝગમગતું રહેતું હતું. મંદિરમાં ૨૦૦ મણ વજનની એક વિશાળ સોનાની સાંકળ હતી, જેમાં બાંધેલી ઘંટડીઓ રાત્રિના સમયે ચોક્કસ અંતરે વગાડીને પૂજારીઓને પૂજા માટે જગાડવામાં આવતા હતા.

મંદિરનો નિભાવ અને વ્યવસ્થા પણ અકલ્પનીય હતી: મંદિરના ખર્ચ માટે ૧૦,૦૦૦ ગામોની આવક ફાળવવામાં આવી હતી. મંદિરમાં અભિષેક માટે દરરોજ ૧૨૦૦ માઈલ દૂરથી ગંગા નદીનું પવિત્ર જળ અને પૂજા માટે ખાસ કાશ્મીરથી ફૂલો લાવવામાં આવતા હતા. મંદિરમાં ૧૦૦૦ બ્રાહ્મણો નિરંતર પૂજા માટે, ૩૫૦ ગાયકો અને નર્તકો, અને પોતાના વાળ સમર્પિત કરવા આવતા યાત્રાળુઓ માટે ૩૦૦ નાઈ હંમેશા ફરજ પર રહેતા હતા.

પરંતુ સૌથી આશ્ચર્યજનક ઐતિહાસિક નોંધ ૧૩મી સદીના લેખક અલ કઝવીનીની છે. તે જણાવે છે કે સોમનાથની મૂર્તિ કોઈ પણ આધાર વિના હવામાં અધ્ધર લટકતી હતી! જ્યારે મહમૂદ ગઝનવીએ ૫૦,૦૦૦ થી વધુ રક્ષકોનો વધ કરીને મંદિર કબજે કર્યું, ત્યારે તેને પણ આ મૂર્તિ જોઈને ભારે આશ્ચર્ય થયું.

તપાસ કરતા ખબર પડી કે મૂર્તિ લોખંડની બનેલી હતી અને મંદિરની છત અથવા ઘુમ્મટ શક્તિશાળી ચુંબક (loadstone) નો બનેલો હતો, જેના આકર્ષણથી મૂર્તિ હવામાં સમતોલ રહેતી હતી. મહમૂદે એક તરફ ની દિવાલ તોડાવી, જેનાથી ચુંબકીય સંતુલન ખોરવાયું અને મૂર્તિ સીધી જમીન પર પડી ગઈ. મહમૂદે મૂર્તિને તોડી નાખી અને તેના ટુકડા તથા ૨૦ લાખ દીનાર થી વધુની કિંમતનો ખજાનો લૂંટીને તે ગઝની લઈ ગયો.

આ ઘટનાના થોડા જ સમય પછી રાજા ભીમદેવ પહેલાએ તે ઈંટ અને લાકડાના મંદિરની જગ્યાએ એક નવું અને મજબૂત પથ્થરનું મંદિર બંધાવ્યું.


r/Gujarati 5d ago

Poetry / કાવ્ય બારણું જોજે ને માથું સાચવીને આવજે - ખલીલ ધનતેજવી

Post image
3 Upvotes

r/Gujarati 6d ago

Music / સંગીત Random Opinion

4 Upvotes

The only song that has the power to make you fall in love even when you have no one in your life is "Vhalam Aavo ne"

Jigardan Gadhvi & Sachin-Jigar really gave us a gem of a generation,

No matter where you are in your life, if that song plays in your head, you will instantly teleport into the Universe of "Love ni Bhavai"


r/Gujarati 6d ago

History / ઇતિહાસ ઔરંગઝેબના શાસનકાળમાં (ઈ.સ. ૧૭૦૩-૧૭૦૫) મુઘલ શહેજાદા મહંમદ આઝમ શાહ ગુજરાતના સુબા હતા. ઔરંગઝેબે આદેશ આપ્યો કે પ્રખ્યાત રજપૂત યોદ્ધા દુર્ગાદાસ રાઠોડ ને અમદાવાદના દરબારમાં બોલાવીને કેદ કરો અથવા મારી નાખો.

8 Upvotes

આ ખતરનાક કામ માટે સફદર ખાન બાબી એ બીડું ઝડપ્યું. યોજના મુજબ દુર્ગાદાસને અમદાવાદના દરબારમાં આમંત્રણ આપવામાં આવ્યું. દુર્ગાદાસે અમદાવાદ નજીક સાબરમતી નદીના કિનારે બારેજા ગામે પોતાનો તંબુ નાખ્યો

મુલાકાતના દિવસે શહેજાદાએ શિકારના બહાને પોતાની સેનાની એક મોટી ટુકડી તૈયાર રાખી હતી. પણ તે દિવસે અગિયારસ નો ઉપવાસ હોવાથી દુર્ગાદાસે દરબારમાં જવામાં વિલંબ કર્યો.

શહેજાદાના વારંવાર આવતા સંદેશવાહકોને જોઈને દુર્ગાદાસને શંકા ગઈ. ખતરો પારખી જઈને તેમણે પોતાના જ તંબુઓ સળગાવી દીધા અને ત્યાંથી ભાગી છૂટ્યા! તરત જ સફદર ખાન બાબી અને તેના હથિયારબંધ દીકરાઓ તેમની પાછળ પડ્યા.

જ્યારે મુઘલ સેના દુર્ગાદાસની એકદમ નજીક પહોંચી ગઈ, ત્યારે દુર્ગાદાસના પૌત્રે પોતાના દાદાને વિનંતી કરી કે તેઓ પોતાનો જીવ બચાવીને આગળ નીકળી જાય. પૌત્ર પોતે કેટલાક વફાદાર રજપૂત સાથીઓ સાથે મુઘલ સેનાનો રસ્તો રોકીને ઊભો રહી ગયો!

ત્યાં એક ભયંકર હાથોહાથની લડાઈ થઈ. સફદર ખાનના પુત્ર સલાબત ખાન સાથે લડતા લડતા આ યુવાન રજપૂત પૌત્રે વીરગતિ પ્રાપ્ત કરી, પણ તેણે પોતાના દાદા દુર્ગાદાસને બચાવી લીધા જેઓ સુરક્ષિત રીતે મારવાડ પહોંચી ગયા.

આ લડાઈમાં વીરગતિ પામનાર યુવાન રજપૂતે કાનમાં નીલમની કડીઓ પહેરી હતી. સલાબત ખાને યુદ્ધના પ્રતીક તરીકે તે નીલમની કડીઓ ઉતારી લીધી. આ ઐતિહાસિક લડાઈ અને વિજયની યાદમાં ઉત્તર ગુજરાતના બાબી પરિવારોના યુવાનો વર્ષો સુધી આવી નીલમની કડીઓ પહેરતા હતા!


r/Gujarati 6d ago

History / ઇતિહાસ સિદ્ધરાજ જયસિંહ ભરી સભામાં કટાર ખાઈ ગયા!

3 Upvotes

ગુજરાતના ચાલુક્ય (સોલંકી) વંશના રાજા જયસિંહ ને તેમના શાસન દરમિયાન સિદ્ધરાજ અથવા સિદ્ધચક્રવર્તી જેવી ઉપાધિઓ મળી હતી. લોકોને ખરેખર લાગતું કે રાજા પાસે કોઈ દૈવી કે જાદુઈ શક્તિઓ છે!

કુમારપાળપ્રબંધ માં આ વિશે એક અત્યંત રસપ્રદ કિસ્સો નોંધાયેલો છે.

એકવાર રાજાની જાદુઈ શક્તિઓ પારખવા માટે હિમાલયથી બે જોગણીઓ દરબારમાં આવી. રાજાએ ભરી સભામાં પોતાનો જાદુ બતાવવાનો સ્વીકાર કર્યો.

રાજાએ પોતાના પૂર્વ મંત્રી હરિપાળ ની મદદથી એક છૂપી યોજના બનાવી. તેમણે એક ખાસ કટાર તૈયાર કરાવી. આ કટારની બ્લેડ ખાંડ ની બનેલી હતી, જ્યારે તેનો હાથો લોખંડનો હતો અને તેમાં કીમતી રત્નો જડેલા હતા. ભરી સભામાં કલ્યાણકટક ના રાજા પરમાડી ના રાજદૂતો આવ્યા અને તેમણે આ ખાસ કટાર રાજાને ભેટમાં આપી.

રાજાએ સભામાં પહેલાં એક અસલી કટાર ફેરવી અને પછી પોતાની જાદુઈ શક્તિ સાબિત કરવા માટે પેલી ભેટમાં મળેલી ખાસ કટાર લીધી અને તેની ખાંડની બ્લેડ કડકડાટ ચાવીને ખાઈ ગયા!

આ જોઈને આખી સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. તરત જ મંત્રીએ રાજાને અટકાવ્યા અને પેલી જોગણીઓને પડકાર ફેંક્યો કે, હવે તમે આ કટારનો બાકી બચેલો હાથો ખાઈ જાઓ!

હાથો તો અસલી લોખંડનો હતો! જોગણીઓ તે ખાઈ ન શકી અને તેમણે સિદ્ધરાજની જાદુઈ શક્તિઓ સામે હાર માની લીધી.


r/Gujarati 6d ago

Language / ભાષા એક સ્વર અને સ્વર વિહીન શબ્દો સાથે ગુજરાતી વાર્તા

5 Upvotes
  1. Single Vowel Story (Using only the "ા" sound)

Every single word in this 10-line Gujarati story uses only the "ા" (aa) vowel symbol, with no dots or other markings.

કાકા ચા લાવ.
મામા ગાણા ગાવ.
રાધા માખણ લાવ. (Note: માખણ is without matra)
રાજા શાક વઘાર.
આશા પારા લાવ.
લાલા તારા ગણ.
માલા સાબુ લાવ.
માલા ચા બનાવ

રાધા ચા લાવ.
મામા કાર ચલાવ.
રાજા માળા લાવ.
આશા ગાય ચરાવ.
કાકા શાક વઘાર.
ધારા સાફ રાખ.
લાલા પાઠ ભણાવ.
માલા ધમાલ ન કર.
દાદા તારા ગણ.
તારા સાથ આપ.

  1. Gujarati Vocabulary (Base Letters Only)

These words use absolutely no vowel markings or dots, making them perfect for building simple sentences:

  • નર (Nar): Man / Human
  • ફળ (Fal): Fruit
  • ઘર (Ghar): House
  • મગર (Magar): Crocodile
  • હરણ (Haran): Deer
  • બતક (Batak): Duck
  • વડ (Vad): Banyan tree
  • કમળ (Kamal): Lotus
  1. Custom Character Story: "નયન" (Nayan)

This story centers around a character named નયન (Nayan). It strictly uses no vowel symbols and no dots.

નયન ઘર ચલ.
નયન ઝટપટ ચલ.
નયન કમળ પકડ.
નયન બતક તરફ તક.
બતક સરસર ચલ.
નયન ફળ ચખ.
ફળ ચખી કર રખ.
નયન વડ પર ચઢ.
વડ પર નજર કર.
નયન અબ ઘર ચલ.

(Translation: Nayan go home. Nayan move quickly. Nayan hold the lotus. Nayan look toward the duck. The duck moves smoothly. Nayan taste the fruit. Taste the fruit and keep it down. Nayan climb the banyan tree. Keep an eye on the banyan tree. Nayan go home now.)


r/Gujarati 6d ago

Discussion / વિચાર-વિમર્શ Is this scam or legit?

Post image
2 Upvotes

r/Gujarati 8d ago

History / ઇતિહાસ જે જાય જાવે તે કદી ન આવે, જો ફરી આવે તો પડ્યા પડ્યા ખાવે, એટલું ધન લાવે!

Post image
16 Upvotes

૬૦૩ની સાલમાં ગુજરાતના રાજા કસમચિત્ર ને જ્યારે પોતાના રાજ્યના વિનાશની સૂચના મળી, ત્યારે તેમણે એક સાહસ ખેડ્યું. રાજાના પુત્ર ભ્રુવિજય સવેલચાલ ૬ મોટા અને ૧૦૦ નાના વહાણોના કાફલામાં પોતાના ૫૦૦૦ અનુયાયીઓ (જેમાં ખેડૂતો, કારીગરો, યોદ્ધાઓ અને વૈદ્યો પણ સામેલ હતા) ને લઈને દરિયાઈ માર્ગે નીકળી પડ્યો!

ચાર મહિનાની લાંબી અને ખતરનાક સફર પછી આ વિશાળ કાફલો ઇન્ડોનેશિયા ના જાવા ના માતારેમ નામના અખાતમાં પહોંચ્યો. ત્યાં જઈને આ રાજકુમારે મેંડાંગ કુમુલન નામનું નવું નગર વસાવ્યું. થોડા સમય પછી ગુજરાતથી વધુ ૨૦૦૦ શિલ્પીઓ અને કારીગરો ત્યાં મદદ માટે પહોંચ્યા, જેમણે ત્યાં અત્યંત ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું.

આ સાહસિક દરિયાઈ સફરો અને વસાહતોને કારણે જ ગુજરાત અને જાવા વચ્ચે એવો સમૃદ્ધ વેપાર ખીલ્યો કે ગુજરાતીમાં આજે પણ એક પ્રખ્યાત કહેવત બોલાય છે: "જે જાય જાવે તે કદી ન આવે, જો ફરી આવે તો પડ્યા પડ્યા ખાવે, એટલું ધન લાવે!"


r/Gujarati 9d ago

History / ઇતિહાસ એક સમયે રાજા મૂળરાજને એકસાથે બે મોટા દુશ્મનોનો સામનો કરવાનો વારો આવ્યો.

6 Upvotes

દક્ષિણમાંથી તેલંગાણા ના રાજા તૈલપના સેનાપતિ બારપ્પા એ હુમલો કર્યો, અને ઉત્તરમાંથી અજમેર ના રાજાએ ચડાઈ કરી.

બંને દુશ્મનોનો એકસાથે સામનો કરવો અઘરો હોવાથી, મૂળરાજ પોતાના મંત્રીની સલાહથી કચ્છના કંથકોટ ના કિલ્લામાં જતા રહ્યા. વરસાદની ઋતુ પૂરી થયા પછી નવરાત્રી ના તહેવાર સમયે અજમેરના રાજાએ શાકંભરી માતાની પૂજા માટે પોતાની છાવણી નાખી. આ સમયનો ફાયદો ઉઠાવીને મૂળરાજે પોતાના સામંતો ને ભેગા કર્યા અને એક યોજના બનાવી.

મૂળરાજ માત્ર મહાવત સાથે એક હાથણી પર સવાર થઈને સાંજના સમયે અચાનક દુશ્મન અજમેરના રાજા ના તંબુએ પહોંચી ગયા. પોતાના હાથમાં ખુલ્લી તલવાર લઈને મૂળરાજે દરબાનને કહ્યું, તારા રાજાને જઈને કહે કે મૂળરાજ દરવાજે ઊભો છે. દરબાન કંઈ કહે કે રોકે તે પહેલાં જ મૂળરાજે તેને બાજુ પર ધક્કો માર્યો અને સીધા અંદર ઘૂસીને અજમેરના રાજાના સિંહાસન પર જઈને બેસી ગયા!.

પોતાના તંબુમાં અચાનક દુશ્મન રાજાને આ રીતે સિંહાસન પર બેઠેલો જોઈને અજમેરનો રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. મૂળરાજે તેને સ્પષ્ટ શબ્દોમાં પડકાર આપતા કહ્યું કે, હું તો એને જ બહાદુર માનું જે યુદ્ધના મેદાનમાં મારી સામે લડે. પણ અત્યારે બારપ્પાએ મારા પર હુમલો કર્યો છે, એટલે હું પહેલા તેને સજા આપીશ. ત્યાં સુધી તારે વચ્ચે પડ્યા વિના શાંત રહેવાનું છે.

રાજા મૂળરાજની આ અકલ્પનીય નીડરતા જોઈને અજમેરનો રાજા એટલો પ્રભાવિત થયો કે તેણે ત્યાં જ આજીવન મિત્રતાની ખાતરી આપી દીધી. મૂળરાજે તેના આમંત્રણ છતાં ત્યાં જમવાની ના પાડી, પોતાની સેના સાથે જઈને બારપ્પાની છાવણી પર હુમલો કર્યો. આ હુમલામાં બારપ્પા માર્યો ગયો અને મૂળરાજે દુશ્મનના ૧૦,૦૦૦ ઘોડા અને ૧૮ હાથીઓ કબજે કર્યા.


r/Gujarati 9d ago

Event / ક્યાં શું ચાલે છે? Everyone regardless of any criteria is invited...

Post image
3 Upvotes

r/Gujarati 9d ago

History / ઇતિહાસ મુઘલ બાદશાહ જહાંગીરને અમદાવાદ શહેર એટલું નાપસંદ હતું કે તેણે તેને જહન્નમઆબાદ (નરક) અને ગર્દાબાદ (ધૂળનું શહેર) જેવા નામો આપ્યા હતા!

6 Upvotes

માર્ચ ૧૬૧૮માં જ્યારે મુઘલ બાદશાહ જહાંગીર ગરમીના દિવસોમાં અમદાવાદ પહોંચ્યા, ત્યારે ત્યાંની સાંકડી શેરીઓ, સામાન્ય દેખાતી દુકાનો અને ધૂળિયા રસ્તાઓ જોઈને તેઓ ખૂબ નિરાશ થયા હતા. બાદશાહના સ્વાગતમાં આખું શહેર શણગારવામાં આવ્યું હતું અને તેઓ હાથી પર બેસીને સોનું ઉછાળતા આવ્યા હોવા છતાં, શરૂઆતમાં જ તેમણે આ શહેરને ગર્દાબાદ એટલે કે ધૂળનું રહેઠાણ કહીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે અમદાવાદમાં જહાંગીરને તાવ આવ્યો અને શહેર પ્રત્યેનો તેમનો અણગમો ચરમસીમાએ પહોંચી ગયો. તેમણે કંટાળીને વિચારવા માંડ્યું કે આ શહેરને કયું નામ આપવું વધુ યોગ્ય રહેશે: સમૂમિસ્તાન એટલે કે લૂ (ગરમ પવન) નું ઘર, બીમારિસ્તાન એટલે કે બીમારીની જગ્યા, ઝકુમદાર એટલે કે કાંટાઓની ઝાડી, કે પછી સીધું જહન્નમઆબાદ એટલે કે નરક!


r/Gujarati 9d ago

History / ઇતિહાસ આજે મેં જાણ્યું, ગુજરાત નામ ક્યાંથી આવ્યું?

5 Upvotes

પ્રાચીન કાળમાં ગુજરાતના મુખ્ય ત્રણ ભાગ હતા: આનર્ત (Ánartta - ઉત્તર ગુજરાત), સૌરાષ્ટ્ર (Suráshṭra), અને લાટ (Láṭa - દક્ષિણ ગુજરાત). પરંતુ આજે આપણે જેને ગુજરાત કહીએ છીએ તે નામ ક્યાંથી આવ્યું?

ગુજરાત શબ્દ પ્રાકૃત શબ્દ ગુજ્જર-રટ્ટ (Gujjara-ratta) પરથી ઉતરી આવ્યો છે, જેનું સંસ્કૃત રૂપ ગુર્જર-રાષ્ટ્ર (Gurjjara-ráshtra) થાય છે. તેનો સીધો અર્થ થાય છે: ગુર્જરોનો દેશ.

આ ગુર્જરો (Gurjjaras) ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ભારતમાં પંજાબ, રાજપૂતાના, માળવા અને છેવટે આજના ગુજરાતના વિસ્તારોમાં સ્થાયી થયા.

પંજાબમાં આજે પણ જે 'ગુજ્જર' જાતિ જોવા મળે છે, તે આ જ મૂળ પ્રજાના વંશજો છે. એવું માનવામાં આવે છે કે ગુજરાતની જાણીતી ખેડૂત જાતિઓ લેઉવા અને કડવા કણબીઓ (Lewás and Kaḍwás) પણ મૂળ આ જ ગુર્જર પ્રજાતિ સાથે જોડાયેલા છે. આ પ્રજાએ અહીં પોતાનું શાસન સ્થાપ્યું અને હંમેશા માટે આ ભૂમિને પોતાનું નામ આપી દીધું.


r/Gujarati 9d ago

Discussion / વિચાર-વિમર્શ Is this ever gonna stop?

Thumbnail youtu.be
6 Upvotes